જામનગરમાં 200 વિદ્યાર્થીઓને ડ્રગ્સ, સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન:SOG અને ટ્રાફિક પોલીસ દ્વારા સોમૈયા ક્લાસિસ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Gujarat6/4/2026, 3:08:33 PM
જામનગરમાં 200 વિદ્યાર્થીઓને ડ્રગ્સ, સાયબર ફ્રોડ અંગે માર્ગદર્શન:SOG અને ટ્રાફિક પોલીસ દ્વારા સોમૈયા ક્લાસિસ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર પોલીસ દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે 4 જૂન, 2026ના રોજ સોમૈયા ક્લાસિસ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિનાર દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન છેતરપિંડીના વિવિધ પ્રકારો વિશે માહિતી આપવામાં આવી હતી. આમાં વિશિંગ, ફિશિંગ કોલ, ફેક શોપિંગ વેબસાઇટ્સ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ અને મ્યુલ એકાઉન્ટ જેવા ગંભીર સાયબર ગુનાઓથી કેવી રીતે બચવું તેની પ્રેક્ટિકલ જાણકારી અપાઈ હતી. આ સાથે 200 જેટલા જાગૃતિ પેમ્ફલેટનું પણ વિતરણ કરાયું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા યુવાધનને નશાના માર્ગે જતા અટકાવવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ગાંજો, અફીણ અને ચરસ જેવા નશાકારક દ્રવ્યોના સેવનથી વ્યક્તિ, પરિવાર અને સમાજને થતા નુકસાન વિશે સમજાવવામાં આવ્યું હતું. SOG દ્વારા અપીલ કરાઈ હતી કે NDPS (ડ્રગ્સ)નું ગેરકાયદેસર વેચાણ થતું હોય તો SOG અથવા હેલ્પલાઇન નંબર 1933 પર સંપર્ક કરી માહિતી આપવી. આ કાર્યક્રમમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને તેના મહત્વ વિશે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર જાગૃતિ કાર્યક્રમનું આયોજન PI વી.બી. ચૌધરી, PI એસ.વી. ચૌધરી, PI આઈ.એ. ઘાસુરા તથા PSI એ.વી. ખેરના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમના પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ જાડેજા, SOG ના પો.હેડ.કોન્સ. વિજયભાઈ કારેણા તથા રમેશભાઈ ચાવડા અને ટ્રાફિક પોલીસના પો.હેડ.કોન્સ. સત્યજિતસિંહ વાળા દ્વારા વિદ્યાર્થીઓને રસપ્રદ અને સચોટ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.
Read Original Article →