જામનગરમાં SOG પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું:ડોગ સ્ક્વોડ સાથે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, કુરિયર ઓફિસોમાં તપાસ

Gujarat5/21/2026, 10:17:49 AM
જામનગરમાં SOG પોલીસે સરપ્રાઈઝ ચેકિંગ કર્યું:ડોગ સ્ક્વોડ સાથે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, કુરિયર ઓફિસોમાં તપાસ
જામનગરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અને આતંકવાદી ઇનપુટ્સને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને જામનગર પોલીસ એલર્ટ મોડ પર છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી SOGએ નાર્કોટિક્સ ડોગ સ્ક્વોડ સાથે વિવિધ સ્થળોએ તપાસ કરી હતી. SOGના ઇન્ચાર્જ PI વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાનો હતો. SOG પોલીસ અને ડોગ સ્ક્વોડના જવાનોએ શહેરના સંવેદનશીલ અને જાહેર સ્થળોએ પેટ્રોલિંગ તથા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આમાં હાપા રેલવે સ્ટેશન, ગાંધીનગર રેલવે સ્ટેશન, સાત રસ્તા રિક્ષા સ્ટેન્ડ, મુખ્ય બસ સ્ટેશન અને તેની આસપાસના લારી-ગલ્લાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શહેરમાં આવેલી જુદી જુદી કુરિયર સર્વિસની ઓફિસોમાં પણ તપાસ કરવામાં આવી હતી. કુરિયર ઓફિસો અને રેલવે સ્ટેશન પર આવતા પાર્સલોમાં કોઈ નશાકારક પદાર્થ કે વાંધાજનક સામગ્રી ન હોય તે સુનિશ્ચિત કરવા નાર્કોટિક્સ ડોગની મદદથી ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું. આ સમગ્ર કાર્યવાહીમાં SOG ઇન્ચાર્જ PI વી.બી. ચૌધરી, PSI એલ.એમ. ઝેર, PSI એ.વી. ખેર, SOG સ્ટાફ અને નાર્કોટિક્સ ડોગ હેન્ડલર વીરભદ્રસિંહ જાડેજાની ટીમે ભાગ લીધો હતો. પોલીસની આ આકસ્મિક અને સઘન કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →