જામનગરમાં શ્રીમદ્ ભાગવત કથા સંપન્ન:'ત્રિમાતૃ અભિયાન' સાથે ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી
જામનગરમાં જુના પ્રસાદી સ્વામિનારાયણ મંદિર ખાતે તા. 1 જૂન, 2026 થી 7 જૂન, 2026 દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. વક્તા વિવેકસ્વરૂપદાસજી સ્વામીજીએ વ્યાસાસનેથી રાત્રે 9 થી 11 વાગ્યે કથાનું રસપાન કરાવ્યું હતું. આ કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, રાસોત્સવ અને રુક્ષ્મણી વિવાહ ઉત્સવ જેવા વિવિધ પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કથાની પૂર્ણાહુતિ બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી હતી. આ કથા સાથે 'ત્રિમાતૃ અભિયાન'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના ત્રણ મુખ્ય ઉદ્દેશો ખેતી બચાવવી, જનેતા બચાવવી અને ગાય બચાવવી જેવા ઉચ્ચ આશયથી લોકોને જાગૃત કરવાનો હતો. આ કથાનું સફળ સંચાલન આયોજક સમિતિના જતીનભાઈ વડનગરા, ભાવેશભાઈ ટીલવા, અમરીશભાઈ વડનગરા, સંદિપભાઈ ટીલવા, જયસુખભાઈ કાચા, અભયભાઈ ધોળકિયા, દીપકભાઈ સોલંકી અને જામનગર સ્વામિનારાયણ મંદિર યુવક મંડળે કર્યું હતું. આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન તરીકે કેયુરકુમાર ધર્મેશભાઈ જોષી, ધર્મેશભાઈ જોષી (પિતા), હીનાબહેન ડી. જોષી (માતા), કૃપાલીબહેન કે. જોષી (પત્ની) તથા નિમિષા ડી. જોષી (બહેન) રહ્યા હતા.
Read Original Article →