જામનગરમાં રામ મંદિર જીર્ણોદ્ધાર માટે ભાગવત સપ્તાહ:રામ મંદિર ટ્રસ્ટ અને સોમનાથ મહાદેવ ગ્રુપ દ્વારા કથાનું આયોજન

Gujarat5/21/2026, 8:42:48 AM
જામનગરમાં રામ મંદિર જીર્ણોદ્ધાર માટે ભાગવત સપ્તાહ:રામ મંદિર ટ્રસ્ટ અને સોમનાથ મહાદેવ ગ્રુપ દ્વારા કથાનું આયોજન
જામનગરમાં રામ મંદિરના જીર્ણોદ્ધારના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા રામ મંદિર ટ્રસ્ટ અને સોમનાથ મહાદેવ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહી છે. કથાનું આયોજન જામનગરમાં રામ મંદિર, જયંત સોસાયટી, જી.જી. હોસ્પિટલ પાછળના સ્થળે કરાયું છે. સૌરાષ્ટ્રના જાણીતા કથાકાર ભાગવતાચાર્ય પ્રહલાદભાઈ ભોગાયતા વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવી રહ્યાં છે. કથાનો પ્રારંભ 17 મે, 2026 ના રોજ થયો હતો અને તેની પૂર્ણાહુતિ પ્રથમ જેઠ સુદ આઠમ, શનિવાર, 23 મે, 2026 ના રોજ થશે. કથાનું આયોજન દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, વામન અવતાર, નૃસિંહ અવતાર તેમજ રામ જન્મોત્સવ જેવા વિવિધ ધાર્મિક ઉત્સવો પણ ઉજવવામાં આવશે.
Read Original Article →