જામનગર વૃદ્ધાશ્રમમાં દિવંગત વડીલોના સ્મરણાર્થે ભાગવત કથા:પુરુષોત્તમ માસ નિમિત્તે શાસ્ત્રી કે.આર. ભટ્ટ કથાનું રસપાન કરાવશે

Gujarat5/22/2026, 3:54:00 AM
જામનગર વૃદ્ધાશ્રમમાં દિવંગત વડીલોના સ્મરણાર્થે ભાગવત કથા:પુરુષોત્તમ માસ નિમિત્તે શાસ્ત્રી કે.આર. ભટ્ટ કથાનું રસપાન કરાવશે
જામનગરમાં એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ ખાતે દિવંગત વડીલોના આત્માની શાંતિ અર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આ કથા તા. 17/5/26 થી 23/5/26 દરમિયાન સાંજે 4 થી 7 વાગ્યે યોજાઈ રહી છે. આ કથાનું રસપાન જાણીતા કથાકાર શાસ્ત્રી કે.આર. ભટ્ટ (ફિશન મહારાજ) દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. કથા દરમિયાન કપિલ ભગવાન જન્મ, રામ જન્મ, કૃષ્ણ જન્મ, વામન જન્મ અને રુક્ષ્મણી વિવાહ સહિતના વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરાઈ રહી છે. વર્ષ 1968 થી કાર્યરત એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં હાલ 114 જેટલા વડીલો નિઃશુલ્ક વસવાટ કરી રહ્યા છે. વૃદ્ધાશ્રમ દ્વારા વડીલોની સારસંભાળ ઉપરાંત અન્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. વૃદ્ધાશ્રમમાં શારીરિક રીતે અશક્ત વડીલો માટે 'સ્પર્શ બાયોટેક' ના સહયોગથી 'સિનિયર કેર સેન્ટર' પણ કાર્યરત છે, જ્યાં 24 કલાક સારસંભાળની વ્યવસ્થા ઉપલબ્ધ છે. સંસ્થાના સભ્યો દ્વારા જામનગરની ધર્મપ્રેમી જનતાને આ ભાગવત કથાનો લાભ લેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Original Article →