NEETનું પેપર લીક થવા મુદ્દે જામનગરમાં વિરોધ પ્રદર્શન:યુવક કોંગ્રેસ અને NSUIના કાર્યકરોએ શર્ટ ઉતારી સૂત્રોચ્ચાર કર્યા
NEETનું પેપર લીક થવા મુદ્દે યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે જામનગરમાં યુવક કોંગ્રેસ અને NSUIના કાર્યકરો તથા આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે સરકારની નિષ્ફળતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન જામનગરના વ્યસ્ત DKV સર્કલ ખાતે યોજાયું હતું. પેપર લીકની તાજેતરની ઘટનાના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ પોતાના શર્ટ ઉતારી સૂત્રોચ્ચાર કર્યા હતા. ભરચક ટ્રાફિક વચ્ચે તેમણે સરકાર વિરોધી નારા લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ કરી રહેલા સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકાર પરીક્ષાઓ યોજવામાં અને પેપર સુરક્ષિત રાખવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. વારંવાર પેપર લીક થવાથી લાખો બેરોજગાર યુવાનોની મહેનત નિરર્થક બની રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વર્તમાન સરકારમાં પેપર માફિયાઓ બેફામ બન્યા છે, જેના કારણે પ્રામાણિક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં પેપર લીક મામલે કડક પગલાં લેવામાં નહીં આવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
Read Original Article →