કમિશનર દીપેન કેડિયાએ જામનગર વોર્ડ 6 કેનાલ નિરીક્ષણ કર્યું:ચોમાસા પહેલાની તૈયારીઓનું સઘન નિરીક્ષણ કરાયું

Gujarat6/5/2026, 9:14:59 AM
કમિશનર દીપેન કેડિયાએ જામનગર વોર્ડ 6 કેનાલ નિરીક્ષણ કર્યું:ચોમાસા પહેલાની તૈયારીઓનું સઘન નિરીક્ષણ કરાયું
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુદ્રઢ બનાવવા કવાયત હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે આજે વોર્ડ નંબર 6માં આવેલી મુખ્ય કેનાલની સફાઈ અને કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીની ગુણવત્તા અને ઝડપ ચકાસવા માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી દીપેન કેડિયાજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઝાલા સાહેબ, વરણવા સાહેબ, જાની સાહેબ અને કટેશીયા સાહેબ સહિતના જવાબદાર અધિકારીઓ તેમજ વોર્ડ નંબર 6 ના કોર્પોરેટરશ્રીઓ પણ હાજર રહ્યા હતા. અધિકારીઓ અને કોર્પોરેટરશ્રીઓ દ્વારા કેનાલની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરાયું હતું. કમિશનરશ્રી દ્વારા કેનાલની કામગીરીમાં કોઈ કચાશ ન રહે અને સફાઈ યોગ્ય રીતે થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આગામી વરસાદી સીઝનમાં પાણીનો નિકાલ અવરોધાય નહીં તે માટે આ કામગીરીને અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે. સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ અને વહીવટી તંત્રના આ સંયુક્ત પ્રયાસોથી વોર્ડ નંબર 6 ના રહીશોને ચોમાસા દરમિયાન પડતી હાલાકીમાં ઘટાડો થશે તેવી આશા વ્યક્ત કરાઈ છે.
Read Original Article →