જામનગરના નવા મેયર તરીકે મોનિકાબેન વ્યાસ:ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ધીરેનકુમાર મોનાણી નિમણૂક

Gujarat5/26/2026, 5:08:50 AM
જામનગરના નવા મેયર તરીકે મોનિકાબેન વ્યાસ:ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ધીરેનકુમાર મોનાણી નિમણૂક
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 15 મનપામાં ભાજપનો ભવ્ય વિજ્ય થયો છે, પરંતુ હવે ખરો ખેલ શરૂ થયો છે 'મેયર' પદ માટે. રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. આજથી તબક્કાવાર રીતે મનપાઓમાં મેયર, ડેપ્યુટી મેયર સહિત પાંચ મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે જામનગર મનપાના પણ મેયર સહિતના નામોની જાહેરાત થઈ ગઈ છે. જામનગરના પ્રથમ નાગરિક તરીકે મોનિકાબેન વ્યાસ વરણી કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેરની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કોર્પોરેટર ડેપ્યુટી મેયર તરીકે રાકેશ ડેર અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ધીરેનકુમાર મોનાણી નિમણૂકની વરણી કરવામાં આવી છે. ભાજપના શાસક પક્ષના નેતા તરીકે અમર મોદી અને દંડક તરીકે પ્રવિણાબેન રૂપડીયાની નિમણૂક કરવામાં આવી છે.
Read Original Article →