જામનગરમાં કાર ગેસ પાઈપલાઈન સાથે અથડાઈ:ગુલાબનગરમાં ગેસ ગળતર થતા નાસભાગ, કોઈ જાનહાનિ નહીં; ગેસ કંપનીએ પુરવઠો બંધ કર્યો

Gujarat5/28/2026, 1:55:16 PM
જામનગરમાં કાર ગેસ પાઈપલાઈન સાથે અથડાઈ:ગુલાબનગરમાં ગેસ ગળતર થતા નાસભાગ, કોઈ જાનહાનિ નહીં; ગેસ કંપનીએ પુરવઠો બંધ કર્યો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક કાર ગેસ પાઈપલાઈન સાથે અથડાતા ગેસ ગળતર શરૂ થયું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગુલાબનગર પાસે રોડ પર આવેલી ગેસ પાઈપલાઈનને કારે ટક્કર મારતા મોટા પાયે ગેસ લીક થવા માંડ્યો હતો. આ અકસ્માતને કારણે આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડ અને ગુજરાત ગેસ વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. સુરક્ષાના પગલાં રૂપે, તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો અને ગળતર રોકવાની કામગીરી શરૂ કરાઈ. તંત્ર દ્વારા ક્ષતિગ્રસ્ત ગેસ લાઈનનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને સ્થાનિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
Read Original Article →