જામનગરમાં ગુગ્ગુળી સમાજે લઘુ વિષ્ણુ યજ્ઞ કર્યો:પૂણ્ય પરષોત્તમ માસ નિમિત્તે એક દિવસીય દેવકર્મ યજ્ઞ
જામનગરમાં સમસ્ત ગુગ્ગુળી સમાજ દ્વારા પવિત્ર પુરૂષોતમ માસ નિમિત્તે એક દિવસીય લઘુ વિષ્ણુયાગ દેવકર્મ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ જેઠ સુદ 9, રવિવાર, તા. 24/5/26 ના રોજ દયાશંકર બ્રહ્મપુરી, કે.વી. રોડ ખાતે યોજાયો હતો. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ અને પુણ્ય પ્રાપ્તિના હેતુથી આ યજ્ઞનો પ્રારંભ સવારે 7 કલાકે થયો હતો અને તેની પૂર્ણાહુતિ સાંજે 7 કલાકે કરવામાં આવી હતી. યજ્ઞ બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. આ ધાર્મિક પ્રસંગે 5 મુખ્ય પોથી યજમાનો વિશેષ રૂપે બિરાજમાન હતા. તેમણે વિષ્ણુ સહસ્ત્રનામ, સુકતમ, પુરૂસુકતમ્ વગેરે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા રસમુહ પાઠ, હેમાદ્રી શ્રવણ દશવિધ સ્નાન, ગણપતિ પૂજન અને સ્થાપિત દેવનું અર્ચન કરી ભવ્ય વિષ્ણુ યજ્ઞ સંપન્ન કર્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં સમસ્ત જ્ઞાતિજનો, યજમાનો, વડીલો અને બાળકો સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →