જામનગરની 2 ગેંગના 29 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક:અસલમ ખીલજી અને અલ્તાફ ખફીના સાગરિતો વિરૂદ્ધ ગુનો દાખલ; ખૂન, બળાત્કાર, લેન્ડ ગ્રેબિંગ અને ડ્રગ્સ કેસમાં સંડોવણી
જામનગર શહેરમાં વર્ષોથી ભય અને આતંક ફેલાવતી બે કુખ્યાત ટોળકીઓ વિરૂદ્ધ પોલીસે કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ઓપરેશન પાર પાડ્યું છે. આ બંને ગેંગ ખૂન, બળાત્કાર, લેન્ડ ગ્રેબિંગ અને ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. અસલમ કરીમ ખીલજી ગેંગ (18 સભ્યો)
કોર્પોરેટર અસલમ ખીલજીની આ ટોળકી સામે વિવિધ પોલીસ મથકોમાં કુલ 46 ગુનાઓ નોંધાયેલા છે. પકડાયેલા આરોપીઓ (13): અસલમ ખીલજી, શાકીર ખીલજી, આસીફ ખીલજી, રેહાન બેલીમ, સદામ ઉર્ફે ઇન્ડો શેખ, અકીલ શેખ, અસગરઅલી મકવાણા, આફતાબ ઉર્ફે અપુ મકવાણા, મહમદ ઉર્ફે મમલો પંજા, રઉફ ઉર્ફે ભુરો બેલીમ, મકસુદ ઉર્ફે પવન પંજા, એઝાઝ ઉર્ફે ગોકુલ કુરેશી અને હસન હારૂન બસર. ફરાર આરોપીઓ (05): ગની પટેલ બશર, અસલમ કાદર શેખ, ઇસ્માઇલ ઉર્ફે ધરાર માંડલીયા, નદીમ ખીલજી અને લતીફ ઉર્ફ લતીફ બાપુ શેખ. અલ્તાફ ગફાર ખફી ગેંગ (11 સભ્યો)
પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફીની આ ટોળકી જામનગર ઉપરાંત સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં પણ સક્રિય હતી. આ ગેંગ વિરૂદ્ધ કુલ 52 ગુનાઓ નોંધાયેલા છે. જેલમાં રહેલા આરોપીઓ (08): અલ્તાફ ખફી, સમીર ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનીયો ચૌહાણ, ઈસ્તીયાક કુરેશી, મોસીન ઉર્ફે પચાસીયા રૂમી, તોહિતખાન ઉર્ફે પપ્પુ શેખ, તબરેજ હાલાણી અને હમીદ ઉર્ફે રાંજો બ્લોચ. નવો ઝડપાયેલો આરોપી (01): સાહીદ ઇમ્તિયાઝ ખફી. ફરાર આરોપીઓ (02): અબુસુફીયાન કુરેશી અને ઓસમાણ મુસા ખફી. ગુનાખોરીની પદ્ધતિ અને કાયદાકીય શિકંજો
આ બંને ગેંગ હથિયારોના જોરે નાગરિકોમાં ફફડાટ ફેલાવી ખંડણી, જમીન પચાવવી અને નશીલા પદાર્થોના વેપાર જેવી પ્રવૃત્તિઓ કરતી હતી. પોલીસે આ બંને ગેંગ સામે GUJCTOCની કલમ 3(1)(ii), 3(2), 3(4) તથા 3(5) મુજબ ફરિયાદ નોંધી છે. GUJCTOC હેઠળની જોગવાઈઓ
Read Original Article →