જામનગરમાં દ્વારકેશ મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહ:પરષોત્તમ માસ દરમિયાન કથાનું આયોજન, 11 જૂન સુધી વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે

Gujarat6/9/2026, 4:31:34 PM
જામનગરમાં દ્વારકેશ મહિલા મંડળ દ્વારા ભાગવત સપ્તાહ:પરષોત્તમ માસ દરમિયાન કથાનું આયોજન, 11 જૂન સુધી વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાશે
જામનગરમાં પવિત્ર પરષોત્તમ માસ નિમિત્તે દ્વારકેશ મહિલા મંડળ દ્વારા ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા જેઠ વદ પાંચમ થી જેઠ વદ અગિયારસ સુધી ચાલશે. કથાકાર જ્યોત્સનાબેન મહેતા તેમના મધુર કંઠે કથાનું રસપાન કરાવશે. કથાનું આયોજન આરામ કોલોની, શેરી નંબર 3, ઉમિયાજી સ્કૂલ સામેની શેરી ખાતે દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાઈ ચૂક્યા છે અને કથાની પૂર્ણાહુતિ સુધી અનેક ઉત્સવો યોજાશે. આયોજકો દ્વારા તમામ ધર્મપ્રેમી લોકોને આ ભાગવત કથાનું રસપાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દ્વારકેશ મહિલા મંડળના ભદ્રાબેન મહેશભાઈ જાની, કાન્તાબેન કાંતિલાલ જોષી, નયનાબેન પ્રફુલભાઈ પંડ્યા, ચંદ્રિકાબા રણજીતસિંહ જાડેજા અને નયનાબા વનરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
Read Original Article →