જામનગરમાં નંબર પ્લેટ વગરના ડમ્પરે મહિલાને અડફેટે લીધી:પોલીસની હાજરીમાં ડ્રાઈવર-માલિક અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી

Gujarat6/9/2026, 3:59:20 AM
જામનગરમાં નંબર પ્લેટ વગરના ડમ્પરે મહિલાને અડફેટે લીધી:પોલીસની હાજરીમાં ડ્રાઈવર-માલિક અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી
જામનગરમાં સંતોષી માતાજી મંદિર નજીક નંબર પ્લેટ વગરના એક ડમ્પરે એક મહિલાને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચી હતી. ઘટના બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે મહિલાને ટક્કર મારી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે ડમ્પર ચાલક સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અકસ્માત બાદ સ્થાનિકો વિરોધ કરી રહ્યા હતા ત્યારે, ડમ્પરના ડ્રાઈવર અને માલિકે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે સ્થાનિકો સાથે દાદાગીરી શરૂ કરી હતી. પરિસ્થિતિ વધુ વણસતા ડ્રાઈવર અને માલિકે સ્થાનિકો સાથે ઝપાઝપી કરી હતી.
Read Original Article →