જામનગર કોર્પોરેશનની પ્રથમ સભામાં 2 કોર્પોરેટર પોલીસ જાપ્તામાં પહોંચ્યા:કોંગ્રેસના અલ્તાફ ખફી અને AAPના અસલમ ખિલજીએ હાજરી આપી, ગુજસીટોકમાં બંને જેલમાં, કોર્ટે મંજૂરી આપતા હાજર રહ્યા

Gujarat5/26/2026, 9:35:48 AM
જામનગર કોર્પોરેશનની પ્રથમ સભામાં 2 કોર્પોરેટર પોલીસ જાપ્તામાં પહોંચ્યા:કોંગ્રેસના અલ્તાફ ખફી અને AAPના અસલમ ખિલજીએ હાજરી આપી, ગુજસીટોકમાં બંને જેલમાં, કોર્ટે મંજૂરી આપતા હાજર રહ્યા
જામનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં આજે એક અસાધારણ ઘટનાક્રમ જોવા મળ્યો હતો. ગુજસીટોક (GUJCTOC) પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા 2 કોર્પોરેટરો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સભામાં હાજર રહ્યા હતા. આ ઘટનાને પગલે મહાનગરપાલિકાની બેઠક પૂર્વે જ સ્થાનિક રાજકીય અને કાનૂની વર્તુળોમાં ભારે ગરમાવો આવી ગયો હતો. મળતી માહિતી મુજબ, જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12માંથી ચૂંટાયેલા કોંગ્રેસના કોર્પોરેટર અલ્તાફ ખફી અને આમ આદમી પાર્ટી (AAP)ના કોર્પોરેટર અસલમ ખિલજી સામે ગુનાહિત પ્રકરણ ચાલી રહ્યું છે. આ ગંભીર ગુનાના કારણે બંને હાલ જેલના સળિયા પાછળ છે. વિશેષ અદાલતે આપી મંજૂરી નવનિયુક્ત બંને કોર્પોરેટરોના વકીલો દ્વારા જામનગર મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં હાજર રહેવા માટે વિશેષ અદાલત સમક્ષ કાનૂની દાદ માંગવામાં આવી હતી. અદાલતે આ અરજી ગ્રાહ્ય રાખીને બંને આરોપી કોર્પોરેટરોને કડક પોલીસ બંદોબસ્ત સાથે બેઠકમાં ભાગ લેવાની વિશેષ મંજૂરી આપી હતી. ચુસ્ત પોલીસ પહેરો ગોઠવાયો અદાલતના આદેશના પગલે આજે બપોરે બંને કોર્પોરેટરોને ચુસ્ત પોલીસ કાફલા સાથે મહાનગરપાલિકાની સામાન્ય સભાના ગૃહમાં લાવવામાં આવ્યા હતા. સમગ્ર બેઠક દરમિયાન ગૃહની અંદર અને બહાર પોલીસનો લોખંડી પહેરો ગોઠવાયેલો રહ્યો હતો. ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની જેલમાંથી સીધા ગૃહમાં આવી હાજરી આપવાની આ ઘટના સમગ્ર જામનગર શહેરમાં ભારે ચર્ચાનો વિષય બની હતી અને મનપાની પ્રથમ બેઠકમાં જ રાજકીય માહોલ ગરમ જોવા મળ્યો હતો.
Read Original Article →