જામનગરમાં બેકાબૂ કાર પલટી, ચાલકનો આબાદ બચાવ:રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી પાસે મોડી રાત્રે ઘટના

Gujarat5/14/2026, 6:25:55 AM
જામનગરમાં બેકાબૂ કાર પલટી, ચાલકનો આબાદ બચાવ:રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી પાસે મોડી રાત્રે ઘટના
જામનગરના રણજીત સાગર રોડ પર ગ્રીનસિટી વિસ્તાર પાસે ગત રાત્રે એક કાર અકસ્માતનો ભોગ બની હતી. બેકાબૂ બનેલી કાર અચાનક પલટી મારી રોડ પર ઉંધી થઈ ગઈ હતી, જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક અવરોધાયો હતો. સદનસીબે, કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો, જોકે કારને ભારે નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, GJ-10-E.H. 3217નંબરની કારનો ચાલક મોડી રાત્રે રણજીત સાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તાર પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારી ઉંધી થઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેણે કોઈ રીતે કારનો દરવાજો ખોલીને બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત કારને રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત્ કરી હતી. આ અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →