જામનગરમાં BSP પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા:પૂર્વ સાંસદ વિક્રમ માડમની હાજરીમાં ખેસ ધારણ કર્યો

Gujarat4/8/2026, 6:59:35 AM
જામનગરમાં BSP પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા:પૂર્વ સાંસદ વિક્રમ માડમની હાજરીમાં ખેસ ધારણ કર્યો
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના બહુજન સમાજ પાર્ટી (BSP) ના પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ તેમને પક્ષમાં આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ફુરકાન શેખ અગાઉ વિવાદોમાં રહી ચૂક્યા છે. તેઓ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. હાલમાં પણ તેમની સામે ACBનો કેસ ચાલી રહ્યો છે. તેમના પક્ષ પલટાને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
Read Original Article →