જામનગરમાં ભાજપે આયાતી ઉમેદવારોને આપ્યું મહત્વ:પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પૂર્વ શાસક પક્ષના નેતા અને પૂર્વ દંડક અને દિગ્ગજોની ટિકિટ કપાઈ
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરતા જ શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પક્ષ માટે વર્ષોથી કાર્યરત ઘણા દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાઈ
પક્ષે 'નો-રિપીટ થિયરી' અથવા નવા સમીકરણોના આધારે અનેક સક્ષમ નેતાઓને ટિકિટ આપી નથી. ટિકિટ ગુમાવનારાઓમાં પૂર્વ મેયર વિનોદ ખીમસુરીયા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના દંડક કેતન નાખવા અને પૂર્વ શાસક પક્ષના નેતા ધર્મરાજસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાતા જામનગર ભાજપના આંતરિક માળખામાં હલચલ મચી ગઈ છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાને ટિકિટ
આ ટિકિટ વિતરણમાં પક્ષે પાયાના કાર્યકરોને બદલે 'આયાતી' ઉમેદવારો પર વધુ ભરોસો મૂક્યો હોવાની ચર્ચા છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કેટલાક પૂર્વ કોર્પોરેટરોને તાત્કાલિક ટિકિટ આપવામાં આવી છે. સક્રિય સભ્ય નથી તેવાને અને અન્ય વોર્ડના નેતાને ટિકિટ
વધુમાં, કેટલાક વોર્ડમાં એવા ચહેરાઓને ટિકિટ મળી છે જેઓ પક્ષના સક્રિય સભ્ય નથી અથવા જે તે વોર્ડમાં ક્યારેય કાર્યરત રહ્યા નથી. અમુક ઉમેદવારોને તેમના મૂળ વિસ્તારને બદલે અન્ય વોર્ડમાંથી લડાવવા માટે ટિકિટ આપવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં પણ ગણગણાટ શરૂ થયો છે. ટિકિટ વિતરણને લઈને ભારે નારાજગી
વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા નિષ્ઠાવાન કાર્યકરોમાં આ ટિકિટ વિતરણને લઈને ભારે નારાજગી પ્રવર્તી રહી છે. કાર્યકરોનું માનવું છે કે સંગઠનને મજબૂત કરનારા નેતાઓની અવગણના કરીને બહારથી આવેલા લોકોને મહત્વ આપવું પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ પરિસ્થિતિમાં, ભાજપના આંતરિક અસંતોષ અને દિગ્ગજોની બાદબાકી વચ્ચે જામનગર મહાનગરપાલિકામાં પક્ષનું પ્રદર્શન કેવું રહેશે તે જોવું રહ્યું. વિપક્ષી દળો જેવા કે કોંગ્રેસ, AAP અને BSP આ નારાજગીનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી શકે છે. જામનગર જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી જામનગરની 6 તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી
Read Original Article →