ખડગેના નિવેદન સામે જામનગરમાં ભાજપના મૌન ધરણા:ગુજરાતીઓ વિરુદ્ધ કથિત ટિપ્પણીનો લાલ બંગલા ખાતે વિરોધ

Gujarat4/8/2026, 3:20:04 PM
ખડગેના નિવેદન સામે જામનગરમાં ભાજપના મૌન ધરણા:ગુજરાતીઓ વિરુદ્ધ કથિત ટિપ્પણીનો લાલ બંગલા ખાતે વિરોધ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. શહેરના લાલ બંગલા સર્કલ પાસે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. આ ધરણા શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીના નેતૃત્વ હેઠળ યોજાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતીઓના કથિત અપમાન સામે મૌન વિરોધ નોંધાવવાનો હતો. ભાજપે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ગુજરાતીઓની અસ્મિતા પર પ્રહાર ગણાવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને નિશાન બનાવે છે, જે સ્વીકાર્ય નથી. આ મૌન ધરણા કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપના વિવિધ મોરચાના આગેવાનો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાજપે આ ધરણા દ્વારા કોંગ્રેસ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ગુજરાતીઓના અપમાનનો જવાબ આપવાની નેમ દર્શાવી હતી.
Read Original Article →