જામનગરમાં ભવ્ય ભાગવત સપ્તાહ સંપન્ન:પુરુષોત્તમ માસ નિમિત્તે સ્વ. પ્રવિણાબેન ટ્રસ્ટ અને મહાદેવ ગ્રુપનું સંયુક્ત આયોજન
જામનગરમાં સ્વ. પ્રવિણાબેન જે. મહેતા એજયુ. ચેરીટેબલ ટ્રસ્ટ અને મહાદેવ ગ્રુપ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહ સંપન્ન થઈ છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે આ કથાનું આયોજન 21 મે, 2026 થી 27 મે, 2026 દરમિયાન વિશ્વકર્મા વાડી, પંચેશ્વર ટાવર રોડ ખાતે કરવામાં આવ્યું હતું. શાસ્ત્રી રૂપેશ મહારાજ એ. પુરોહિતના વ્યાસાસને દરરોજ બપોરે 3:30 થી સાંજે 7:30 કલાક સુધી કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન કપિલ જન્મ, શિવ ચરિત્ર, રામ-કૃષ્ણ જન્મોત્સવ, રુક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર હૂંડી અને રામધૂન જેવા વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાયા હતા. કથાના સમાપન બાદ, 28 મે, 2026 ના રોજ દશાંશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મહાપ્રસાદ પણ યોજાયો હતો. આ સમગ્ર કથા દરમિયાન વિવિધ સમાજના અગ્રણીઓ, સંસ્થાઓના શ્રેષ્ઠીઓ, સામાજિક કાર્યકરો અને રાજકીય આગેવાનો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કથાના મુખ્ય આયોજક મિતેષ સર અને તેમની ટીમના અથાગ પ્રયાસોથી આ ભાગવત સપ્તાહ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. જામનગરના ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો.
Read Original Article →