પૂરૂષોતમ માસ નિમિત્તે જામનગરમાં ભાગવત સપ્તાહનો પ્રારંભ:સ્વ. પ્રવિણાબેન મહેતા ટ્રસ્ટ અને મહાદેવ ગ્રુપ દ્વારા આયોજન
જામનગરમાં પૂરૂષોતમ માસના પવિત્ર અવસરે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. પ્રવિણાબેન જે. મહેતા એજયુ. ચેરીટેબલ ટ્રસ્ટ અને મહાદેવ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આ કથા 21 મે, 2026 ગુરુવારથી 27 મે, 2026 બુધવાર સુધી ચાલશે. કથાનો સમય બપોરના 3:30 થી સાંજના 7:30 વાગ્યા સુધીનો રહેશે અને તે વિશ્વકર્માની વાડી, પંચેશ્વર ટાવર રોડ ખાતે યોજાશે. આ કથાનું રસપાન શાસ્ત્રી રૂપેશ મહારાજ એ. પુરોહિતના સુમુખે કરાવવામાં આવી રહ્યું છે. કથા દરમિયાન વિવિધ ધાર્મિક ઉત્સવો જેવા કે કપિલ જન્મ, શિવ ચરિત્ર, રામ-કૃષ્ણ જન્મોત્સવ, રુક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર હૂંડી વગેરે ઉજવવામાં આવશે. કથાના સમાપન બાદ 28 મે, 2026ના રોજ દશાંશ યજ્ઞ અને મહાપ્રસાદનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા જામનગરના તમામ ભક્તોને આ પવિત્ર કથાનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
Read Original Article →