બાલા હનુમાન મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજની 56મી પૂણ્યતિથિની ઉજવણી:હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો

Gujarat4/7/2026, 3:40:23 PM
બાલા હનુમાન મંદિરમાં પ્રેમભિક્ષુજી મહારાજની 56મી પૂણ્યતિથિની ઉજવણી:હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો
જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામનામ જાપના પ્રણેતા પ્રેમભિક્ષુજી મહારાજની 56મી પૂણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરમાં છેલ્લા 62 વર્ષથી અખંડ રામધૂન ચાલી રહી છે. ચૈત્ર વદ-5, મંગળવારના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ધ્વજાની પૂજા કરવામાં આવી હતી અને મંદિર પરિસરમાં પરિભ્રમણ કરાયું હતું. સવારે મંદિર પાસેના વિશાળ પંડાલમાં ગુરુપૂજન કાર્યક્રમ યોજાયો હતો, ત્યારબાદ મંદિર પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પૂજન, અર્ચન અને આરતી સાથે આ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ ધર્મોત્સવમાં જામનગર, દ્વારકા, ખંભાળિયા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત બિહાર અને મુંબઈથી હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા. ભક્તોની સુવિધા માટે શહેરની વિવિધ વાડીઓમાં ઉતારાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
Read Original Article →