જામનગરમાં બકરી ઈદની ઉજવણી, મસ્જિદોમાં નમાઝ અદા:મુસ્લિમ બિરાદરોએ ભાઈચારા અને શાંતિ માટે દુઆ માંગી

Gujarat5/28/2026, 8:05:23 AM
જામનગરમાં બકરી ઈદની ઉજવણી, મસ્જિદોમાં નમાઝ અદા:મુસ્લિમ બિરાદરોએ ભાઈચારા અને શાંતિ માટે દુઆ માંગી
જામનગર શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર તહેવાર ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેર અને જિલ્લાની નાની-મોટી ઈદગાહ અને મસ્જિદોમાં સુન્ની-મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઈદની નમાઝ અદા કરવા માટે એકત્રિત થયા હતા. જામનગરની મુખ્ય ઈદગાહ પર જુમ્મા મસ્જિદના પેશ ઈમામ દ્વારા નમાઝ પઢાવવામાં આવી હતી. નમાઝ પૂર્ણ થયા બાદ, તમામ બિરાદરોએ એકબીજાને ગળે મળીને 'ઈદ મુબારક' પાઠવ્યા હતા. આ પ્રસંગે દેશમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે વિશેષ દુઆઓ પણ માંગવામાં આવી હતી. આ તહેવાર નિમિત્તે મુસ્લિમ વિસ્તારોમાં વહેલી સવારથી જ ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને આ ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા.
Read Original Article →