જામનગરમાં ABVP એ GCAS હેલ્પસેન્ટર ખોલ્યું:ધો.12 પછી કોલેજ પ્રવેશ માટે 24*7 હેલ્પલાઇન પણ શરૂ

Gujarat5/22/2026, 4:45:20 AM
જામનગરમાં ABVP એ GCAS હેલ્પસેન્ટર ખોલ્યું:ધો.12 પછી કોલેજ પ્રવેશ માટે 24*7 હેલ્પલાઇન પણ શરૂ
જામનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા GCAS હેલ્પસેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ABVPના પ્રદેશ સહમંત્રી ઋત્વિકભાઈ પટેલના હસ્તે બુધવાર, ૨૦ મે ૨૦૨૬ના રોજ રામેશ્વરનગર સ્થિત સરદાર ભવન ખાતે આ કેન્દ્ર શરૂ કરાયું હતું. આ હેલ્પસેન્ટરનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 12 પછી કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે. વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગેની સંપૂર્ણ જાણકારી પૂરી પાડવામાં આવશે, તેમજ પ્રવેશ પ્રક્રિયા સંબંધિત કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓની સુવિધા માટે 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. ઉદ્ઘાટન પ્રસંગે ABVPના જામનગર શહેર મંત્રી ઉત્સવભાઈ પંડ્યા સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →