જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની જામજોધપુરની મુલાકાત:જામજોધપુરમાં ધાર્મિક કાર્યક્રમોથી કામગીરીનો શુભારંભ કર્યો, સ્થાનિકોએ સ્વાગત કર્યું
જામનગર જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રંજનબેન જીવાણી અને ઉપપ્રમુખ પરેશભાઈ હિરપરાએ પદભાર સંભાળ્યા બાદ જામજોધપુરની મુલાકાત લીધી હતી. તેમણે પોતાની નવી કામગીરીનો શુભારંભ ધાર્મિક કાર્યક્રમોથી કર્યો. આ મુલાકાત દરમિયાન, નવનિયુક્ત હોદ્દેદારોએ જામજોધપુરના નારયેરી નેશ ખાતે આવેલા આઈ શ્રી આવળ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. તેમણે આઈ શ્રી વાલબાઈ માતાજીના મંદિરે પણ દર્શન કર્યા હતા. ધાર્મિક દર્શન બાદ, તેમણે સ્થાનિક ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગૌસેવામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ભાગ્યેશભાઇ માણસુરીયા, તાલુકા પંચાયત સદસ્ય દેવાભાઇ પરમાર તેમજ પૂર્વ અગ્રણીઓ હર્ષદીપભાઇ સુતરિયા, જે.ટી.ડોડીયા અને જેઠાભાઇ મોરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નારયેરી નેશ ખાતે સ્થાનિક ગ્રામજનો દ્વારા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને સેવાકીય મુલાકાતથી કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
Read Original Article →