ITRA જામનગરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:દ્રવ્યગુણ વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ અને રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA) જામનગરના દ્રવ્યગુણ વિભાગ દ્વારા 5 જૂન, 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ધન્વંતરી મંદિર કેમ્પસના બોટેનિકલ ગાર્ડનમાં યોજાયો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, સંસ્થાના સભ્યો અને સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે વૃક્ષારોપણ અભિયાન, છોડ વિતરણ અને પર્યાવરણ જતન માટે શપથગ્રહણ સમારોહ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના વડા પ્રો. ડૉ. તનુજા નેસરી અને દ્રવ્યગુણ વિભાગના વડા પ્રો. ડૉ. ભૂપેશ પટેલ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. આ ઉપરાંત, સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર, ડીન, વિવિધ વિભાગીય વડા, કર્મચારીઓ, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
Read Original Article →