આદેશ:પોલીસતંત્રમાં ફરજ બજાવતા 22 કર્મીઓની આંતરીક બદલી
જામનગરના પોલીસતંત્રમાં ફરજ બજાવતા બાવીસ પોલીસ કર્મચારીને બદલી આપવામાં આવી છે. જામનગરના પોલીસ તંત્રમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓની બદલીનો ઓર્ડર ગઈકાલે જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ હેડકવાર્ટરમાંથી રાહુલ ઈશ્વરભાઈ મકવાણા તથા મનહરસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને અનુક્રમે સિટી બી ડિવિઝન તથા લાલપુર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે. કાલાવડ ગ્રામ્યમાંથી જે.એસ. જાડેજાને પણ લાલપુર બદલી આપવામાં આવી છે. બેડી મરીનમાંથી આશાબેન રમેશભાઈ ધામેચાને એલઆઈબી કચેરીમાં એટેચ્ડ તરીકે નિયુક્ત કરાયા છે. પંચકોશી એ ડિવિઝનમાં જયસુખ રાઠોડ, ભાવેશ લાબરીયાને અનુક્રમે ધ્રોલ તથા જોડિયા, હેડકવાર્ટરમાંથી આર.એમ. જાડેજાને સિટી બીમાં, લગધીરસિંહ એમ. જાડેજાને પેરોલ ફર્લોમાં અને મહેન્દ્રસિંહ એમ. જાડેજાને સિક્કામાં મૂકવામાં આવ્યા છે. સિટી એમાંથી વિક્રમસિંહ બી. જાડેજાને મેઘપર, ટ્રાફિક શાખામાંથી જયદીપ મઠીયાને ધ્રોલ, મહિલા પોલીસ સ્ટેશનમાંથી ઈલાબેન મકવાણાએ એર સિક્યુરિટી, કાલાવડ ગ્રામ્યમાંથી શહેનાઝ ઘોઘાને એલઆઈબીમાં મૂકવામાં આવ્યા છે. બેડી મરીનના વર્ષાબેન સોલંકીને કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં એટેચ્ડ ફરજ પર મૂકાયા છે. શેઠવડાળાથી બ્રિજરાજસિંહ પી. જાડેજાને લાલપુરની એએસપી કચેરીમાં, માધુરી એચ. ભટ્ટને એએસપી કચેરી લાલપુરથી બેડી મરીનમાં, ભરતસિંહ ડી. ક્યોરને જામજોધપુરથી કંટ્રોલ રૂમમાં, મયુરીબેન છૈયાને મહિલા પોલીસ સ્ટેશનમાંથી તથા સિટી બીમાંથી સીમાબેન ચૌહાણને પણ કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં એટેચ્ડ ફરજ માટે, શેઠવડાળાથી દિનેશ ચૌહાણને સિટી એમાં એકાઉન્ટ રાઈડર હેડ તરીકે અને સિટી એમાંથી આર.એમ. પરમારને રીડર શાખામાં તેમજ લીલા ઉકાભાઈ કરંગીયાને જામજોધપુરથી એએસપી કચેરી લાલપુરમાં એટેચ્ડ ફરજ માટે મૂકવામાં આવ્યા છે.
Read Original Article →