સાંસદ પૂનમબેન માડમ યમુનાજી લોટી ઉત્સવમાં:ગોરધનપરમાં રાસ મંડળમાં મંજીરા વગાડી ભક્તિરસ વહાવ્યો
જામનગર તાલુકાના ગોરધનપર ગામે મઘોડિયા પરિવાર દ્વારા શ્રી યમુના મહારાણીજીના લોટી ઉત્સવ અને માળા પહેરામણીનો મનોરથ યોજાયો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવ અંતર્ગત રાસ મંડળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ પૂનમબેન માડમે રાસ મંડળની વચ્ચે બેસીને મંજીરા વગાડ્યા હતા અને ભજન-કીર્તનમાં ભાગ લીધો હતો.
ઉપસ્થિત હરિભક્તોએ તાળીઓના ગડગડાટથી સાંસદની પ્રસ્તુતિને વધાવી લીધી હતી. સાંસદ પૂનમબેન માડમે આયોજન બદલ મઘોડિયા પરિવારને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગોરધનપર ગામ અને આસપાસનો વિસ્તાર ધાર્મિક વાતાવરણથી છવાઈ ગયો હતો.
Read Original Article →