હુકમ:સમર્પણ નજીક ફાટક તા.6થી કાયમી માટે બંધ

Gujarat4/5/2026, 12:00:00 AM
જામનગર મહાનગરપાલિકાની હદમાં સમર્પણ સર્કલથી વિજયનગર જકાત નાકા રોડ પર, સૈનિક ભવન પાસે આવેલ એલ.સી.નં.201 પર રેલ્વે ઓવર બ્રિજ બનાવવાના કામે તમામ પ્રકારના વાહનો માટે રેલ્વે ક્રોસીંગ (ફાટક) તા.6 એપ્રિલથી કાયમી ધોરણે બંધ કરવા કમીશનર ડી.એન.મોદીએ જાહેર નોટીસથી લોકોને જાણ કરવામાં આવી છે. તેની સામે વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. નાના વાહનો માટેની વૈકલ્પીક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા શહેરના સમર્પણ સર્કલથી સત્યમ કોલોની અન્ડર બ્રીજ, રોઝી પેટ્રોલ પમ્પ થઇ વિજય નગર જકાત નાકા તરફ અવર-જવર થઈ શકશે. જ્યારે મોટા વાહનો માટે સમર્પણ સર્કલથી નાઘેડી બાયપાસ જંકશન, સાંઢીયા પુલ થઇ વિજયનગર જકાતનાકા તરફ અવર-જવર થઇ શકે તેવી. તેમજ સમર્પણ સર્કલથી નાઘેડી બાયપાસ જંકશન, નાઘેડીના પાટીયા, હિન્દુસ્તાન એનિમલ ફીડ (રેલ્વે ફાટક એલ.સી.નં-202) થઇ વિજયનગર જકાત નાકા તરફ અવર-જવર થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ નોટીસ અન્વયે કલેકટર દ્વારા તા.5-5-2023થી ના વાંધા પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. જેનો અમલ કરવાનો હુકમ કમિશનરે ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કરશે તેની સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →