અકસ્માત:સ્કૂટર આડે શ્વાન ઉતરતા અકસ્માતમાં ચાલકનું મોત
જામનગર શહેરમાં યુવાનના સ્કુટર આડે અચાનક શ્વાન આડે ઉતરતા અને બાઈક આગળ પડેલા છોટા હાથીમાં અથડાતા સર્જાયેલા અકસ્માતમાં યુવાનનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. શહેરના દિગ્વિજ્ય પ્લોટ-58માં રહેતા વિશાલભાઈ જગદીશભાઈ કટારમલ નામના યુવાન ગત તા.27ના રોજ પોતાનું સ્કુટર લઇનૈ શહેરના દિગ્વિજ્ય પ્લોટ-58, કેાની વખાર પાસેથી પસાર થતો હતો અને પોતાના સ્કુટર આડે અચાનક શ્વાન આડે ઉતરતા તેમણે પોતાના સ્કુટર પરથી કાબુ ગુમાવ્યો હતો. આગળ સાઈડમાં પડેલા છોટા હાથીમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાનને માથામાં તેમજ મોઢાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. બનાવની મૃતકના કાકા મુકેશ મોહનલાલ કટારમલએ પોલીસમાં જાહેર કર્યુ છે. આ અકસ્માતમાં આશાસ્પદ યુવાનના મૃત્યુથી પરિવારમાં તેમજ સગા-સંબંધીઓમાં ભારે શોકની લાગણી પ્રસરી છે.
Read Original Article →