ક્રિકેટ ટુર્નામેન્ટની પુર્ણાહુતિ:જામનગરમાં બહાદુર કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સીનીયર કેટેગરીમાં ડીસ્ટ્રીક્ટ ટીમ બની ચેમ્પીયન
જાનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન તથા જામનગર ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોચીંગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે બહાદુરભાઈ કોઠારી કપનું આયોજન કરવામાં આવ્યું હતું. અંડર-12, 14, 16, 19 અને સિનિયર એમ પાંચ કેટેગરીમાં યોજાયો હતો. જેનું રવિવારે સમાપન થયું હતું અને ચેમ્પીયન ટીમને પુર્વ મંત્રીના હસ્તે કપ આપવામાં આવ્યો હતો. શહેરના ક્રિકેટ બંગલા ખાતે બહાદુરભાઈ કોઠારી કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ભરમાંથી જુદી જુદી પાંચ કેટેગરીમાં 77 ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે રવિવારે આ ટુર્નામેન્ટની પુર્ણાહુતી થઈ હતી. જેમાં સીનીયર કેટેગરીમાં જામનગર ડીસ્ટ્રીકટ ટીમ ચેમ્પીયન બની હતી. જેમાં રનર્સઅપ તરીકે રાજકોટની ટીમ હતી. આ ટુર્નામેન્ટના પુર્ણાહુતિ પુર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પુર્વ સાંસદ ચંદ્રેશભાઈ પેલ, પુર્વ ધારાસભ્યો સહિતના રાજકિય આગેવાનો હાજર રહ્યા હતા. ચેમ્પીયન ટીમને કોઠારી કપ એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય કેટેગરીમાં અંડર-12માં મોરબી રૂરલ એકેડમી ટીમ ચેમ્પીયન બની હતી. જ્યારે અંડર-14માં જામનગર ડિસ્ટ્રીકટ ટીમ, અંડર-16માં જામનગર ડીસ્ટ્રીક્ટ એ ટીમ અને અંડર-19માં જામનગર ડીસ્ટ્રીકટ-એ ટીમ ચેમ્પીયનો બની હતી. તેઓને કોઠારી કપ પણ અપાયો હતો.
Read Original Article →