કૌભાંડો:ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના નામે લાખાબાવળમાં ગૌશાળાનું કૌભાંડ, ટ્રસ્ટીઓએ કર્યા ગંભીર આક્ષેપો

Gujarat4/5/2026, 12:00:00 AM
કૌભાંડો:ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના નામે લાખાબાવળમાં ગૌશાળાનું કૌભાંડ, ટ્રસ્ટીઓએ કર્યા ગંભીર આક્ષેપો
જામનગર શહેરના ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે. ત્યારે વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં લાખાબાવળમાં ટ્રસ્ટીએ પોતાના માતાના નામની ગૌશાળા શરૂ કરીને તેનો ખર્ચ ઓશવાળ ટરસ્ટન લીલાવતી નેચર ક્યોર સેન્ટર ઉઠાવતા હોવાના ટ્રસ્ટીઓએ આક્ષેપો કરતા ચકચાર મચી છે. ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટમાં ગાયોને રાખવા માટેની કોઈ જોગવાઈ નથી, તેમ છતાં રમણીકભાઈ શાહએ પોતાના માતાના નામથી લાખાબાવળ ગામમાં અન્ય ટ્રસ્ટ જેમ કે ચાંપા બેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટની શ્રીમતી પાનીબેન ગૌશાળા અને પાંજરાપોર શરૂ કર્યુ છે અને સરકારી સહાય લઈ, ગાયોને લીલાવતી નેચર ક્યોરમાં રાખીને ગાયોનો નિભાવ લીલાવતી નેચર ક્યોર સેન્ટર કરે છે. ચાંપા બેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટ નોંધણી નંબર E 1281ની શ્રીમતી પાનીબાઈ ગૌશાળા અને પાંજરાપોરની ગાયોને LNC, OET નોંધણી E 650માં રાખવી સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. ટ્રસ્ટના બંધારણમાં ગૌશાળાની જોગવાઈ જ નથી. તો ગાયો માટે આવતી સરકારી સહાય મેળવે છે, ગાયોને લીલાવતી નેચર કલબમાં રાખીને તેની તમામ કામગીરી ટ્રસ્ટના જ કરે છે અને તેમાંથી થતી આવક રમણીકભાઈ શાહ રાખે છે. આ ઉપરાંત લીલાવતી નેચર ક્યોર સેન્ટરમાં થેરાપીસ્ટ ડોકટરોને ખોટી બીલો બનાવવા માટે દબાણ કરવામાં આવે છે, અને તેમની પાસે છતા ન હોવા છતાં એક ડોકટરને છુટા કરી દેવામાં આવ્યા છે, તેમજ અહી ટ્રસ્ટની સગુન ભાડે આપવામાં આવી છે તે સદ્તર ગેરકાયદે છે. તેમ ટ્રસ્ટના ટ્રસ્ટી કંચનબેન હરીયા દ્વારા કથિત આક્ષેપો કરાતા ચકચાર મચી જવા પામી છે. ગાયોના વાછરડાઓને શ્વાનો મારીને ખાતા જોવા મળે છે..! જામનગરના લાખાબાવળ ગામમાં શરૂ કરાયેલ ગૌશાળાની ગાયોની દેખભાળ કરાતી ન હોય, અને પુરતું ઘાસ પણ અપાતું નથી. તે ગાયોના વાછરડાઓ શ્વાનો મારણ કરે છે અને તેના અંગો લીલાવતી નેચર ક્યોર સેન્ટરના કેમ્પસમાં આરોગતા જોવા મળતા ભયાનક હ્ય્દય દ્વાવવક ઘટના છે, જે અંગેના ફોટાઓ હોવાનું જણાવ્યું હતું. પાયાવિહોણા આક્ષેપો છે, આવું કંઇ નથી : ટ્રસ્ટી શાહ જામનગર ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી રમણીકભાઈ શાહ સામે કરાયેલા આક્ષેપો કરાયા છે, તે પાયાવિહોણા છે અને આવું કંઇ છે જ નહીં. જે હશે તે આગામી દિવસોમાં સામે આવી જાશે. બાકી સૌ જાણે છે.> રમણીકભાઈ શાહ ટ્રસ્ટી
Read Original Article →