અકસ્માત:ટેન્કર હડફેટ લેતા દંપતી ખંડિત થયું, પતિનું મૃત્યુ
જામનગર-ખંભાળીયા હાઈવે પર મોટર સાયકલ પર પસાર થતાં દંપતિને ટેન્કર ચાલકે હડફેટે લેતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં પતિનું મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. મૃતકના પત્નીએ પોલીસમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતા જામ કંડોણાના દિવ્યાબા યુવરાજસિંહ ગોહિલ (ઉ.વ.30) નામના મહિલાની સારવાર માટે ગત તા.14ના રોજ પતિ યુવવરાજસિંહ જસુભા ગોહિલ (ઉ.વ.32) નામના મોટર સાયકલમાં જામનગર લાવ્યા હતા. સારવા કરાવી પરત ઘરે જવા માટે નિકળ્યા હતા. તેઓ બાઈક લઈને જામનગર ખંભાળીયા હાઈવે પર લહેર તળાવ પાસે, ચારણના નેશ પાસે રોડ પરથી બપોરના બે વાગ્યાના સુમારે પસાર થતા હતા. ત્યારે પાછળથી આવતા ટેન્કરે બાઈકને ઠોકર મારતા દંપતિ રોડ ઉપર પટકાતયું હતું. જેમાં દંપતિને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલા જ પતિનું મોત નિપજતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. દિવ્યાબા ગોહિલએ સીક્કા પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. દંપતિ રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના આંચવડ ગામના વતની હોવાથી તેમના પરિવારજનો પણ જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. મૃતદેહને વતનમાં લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવના પગલે સ્થળ પર લોકો એકત્ર થયા હતા.
Read Original Article →