બોર્ડ પરીક્ષા પૂર્ણ થતા CCTV તપાસણી:ફૂટેજ ચેકિંગમાં 4 છાત્રો ગેરરીતી કરતા દેખાયા
જામનગર સહિત રાજયભરમાં ગત માર્ચ માસમાં બોર્ડની પરીક્ષાની પૂર્ણાહૂતિ બાદ શિક્ષણ તંત્ર દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાઇ હતી.જેમાં જામનગર જિલ્લામાં ચાર પરીક્ષાર્થીઓ શંકાસ્પદ હિલચાલ કરતા સીસીટીવી ફુટેજમાં જણાઇ આવ્યા હતા.જે તમામનુ હિયરીંગ પુર્ણ થયા બાદ તેનો રીપોર્ટ ગાંધીનગર કચેરીમાં જમા કરાવી દેવાયો છે. જામનગર સહિત્ હાલારમાં ગત 18મી માર્ચના રોજ ઘો.10 અને 12ની બોર્ડ પરીક્ષા પૂર્ણ થઇ હતી.જે બાદ દરેક પરીક્ષા કેન્દ્રો પર રખાયેલા સીસીટીવી ફૂટેજની ચકાસણીની કાર્યવાહી શિક્ષણ તંત્ર દ્વારા હાથ ધરાઇ હતી.જે દરમિયાન શિક્ષણ તંત્રને ઘો.10ના સીસીટીવી ફૂટેજમાં બે પરીક્ષાર્થીઓ શંકાસ્પદ હિલચાલ કરતા જણાઇ આવ્યા હતા.એજ રીતે ઘો.12 સામાન્ય પ્રવાહના પણ બે પરીક્ષાર્થીઓ સીસીટીવી ફુટેજમાં કેદ થયેલા માલુમ પડયા હતા. જે શંકાસ્પદ પરીક્ષાર્થીઓને હિયરીંગ માટે પણ બોલાવાયા હતા.જે બાદ સ઼બંધિત પરીક્ષાર્થીઓનુ કમિટિ સમક્ષ હીયરીંગ પુર્ણ થયા બાદ કમિટિ દ્વારા એક રીપોર્ટ તૈયાર કરાયો હતો.જે રીપોર્ટને રાજયના શિક્ષણ બોર્ડમાં જમા કરાવવામાં આવ્યો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.ત્યાર બાદ જે પરીક્ષાર્ણી દોષિત હશે તેના પર કાર્યવાહી હાથ ધરાશે એમ સુત્રોએ ઉમેર્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છેકે, ગત બોર્ડ પરીક્ષા દરમિયાન જામનગર શહેર અને ગ્રામ્યમાં ગેરરીતીના પણ બે કિસ્સા સામે આવ્યા હતાં.
Read Original Article →