બુટાવદરમાં ડીઝલ સંકટથી ખેડૂતો પરેશાન:વહેલી સવારથી 2 કિમી લાંબી ટ્રેક્ટરની લાઈન, 500 જેટલા કેરબા કતારમાં ગોઠવાયા

Gujarat5/21/2026, 6:18:40 AM
બુટાવદરમાં ડીઝલ સંકટથી ખેડૂતો પરેશાન:વહેલી સવારથી 2 કિમી લાંબી ટ્રેક્ટરની લાઈન, 500 જેટલા કેરબા કતારમાં ગોઠવાયા
જામનગર જિલ્લાના બુટાવદર પંથકમાંથી ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ખેતીની સિઝન પૂરબહારમાં ખીલી છે ત્યારે જ અહીં ડીઝલ અને ખાતરની ગંભીર અછત સર્જાઈ છે. ઇંધણ મેળવવા માટે ખેડૂતોને કલાકો સુધી 2 કિલોમીટર લાંબી ટ્રેક્ટરની લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. જો સમયસર ખાતર અને ડીઝલ નહીં મળે તો વાવણી નિષ્ફળ જઈ શકે છે. તંત્ર વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે. વહેલી સવારે 4 વાગ્યાથી લાંબી કતારો ખેડૂતો વહેલી સવારે 4 વાગ્યાથી જ પોતાના વાહનો લઈને લાંબી કતારોમાં ઊભા રહી જાય છે. આ કતારોમાં માત્ર ટ્રેક્ટર જેવા વાહનો જ નહીં, પરંતુ ડીઝલ ભરવા માટે 500 જેટલા કેરબાઓ પણ ગોઠવીને ખેડૂતો પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે. ડીઝલ અને ખાતર નહીં મળે તો ખેતીના પાકને મોટું નુકસાનની ભીતિ ખેડૂતોનો આક્ષેપ છે કે એકતરફ વાવણી અને ખેતીનો મહત્વનો સમય ચાલી રહ્યો છે, ત્યારે જ ડીઝલ અને ખાતર બંનેની અછત વર્તાઈ રહી છે. જો સમયસર ડીઝલ અને ખાતર નહીં મળે તો ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે, જેથી તેમને સમયસર ડીઝલ અને ખાતર મળી રહે અને પાકને નુકસાનથી બચાવી શકાય.
Read Original Article →