જન્મ દિવસની ઉજવણી:અનંતના જન્મ દિવસે ભોજન સમારંભમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર-મહિલાઓએ દુખણા લીધા
જામનગર સ્થિત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના 31માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દાન, પુણ્યની સાથે-સાથે ભોજન તેમજ લોકડાયરા સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અનંત અંબાણીને જન્મ દિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી. રિલાયન્સ ટાઉનશીપની આજુબાજુના આવેલા ગામડાઓમાં ગત તા.9ના રોજ અનંત અંબાણીના જન્મ દિવસે જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોથી લઈને વૃધ્ધો તેમજ તમામ જ્ઞાતિજનોએ ભોજન કર્યુ હતું. ત્યારે જોગવડ ગામમાં કરાયેલા ભવ્ય ભોજન સમારંભમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. તો ત્યાં આવેલી મહિલાઓને સાડી પણ આપવામાં આવી હતી. આ દરમિયાન બ્રાહ્મણો પણ હાજર હોય અને તેઓએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે અનંત અંબાણીને આશિર્વાદ આપ્યા હતા. તો અમુક વિસ્તારો તેમજ શહેરમાં પછાત વિસ્તારોમાં બાળકોને બોટલ સહિતની કીટ પણ આપવામાં આવી હતી. આ સાથે જોગવડ ગામ ખાતે ગુરૂવારે સાંજે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકડાયરમાં રાજભા ગઢવી, સાંઈરામ દવે તેમજ દેવાંગી પટેલ વિપ્રય મહેતા સહિતના કલાકોએ પોતાની કલાના કામણ પાથર્યા હતા. તો મોટી સંખ્યામાં લોકોએ આ લોકડાયરાનો લાભ લીધો હતો અને આખી રાત ડાયરામાં બેઠા રહ્યા હતા. ભોજન સમારંભ સમયે લગાડવામાં આવેલા બેનરમાં અનંત અંબાણીને મહિલાઓએ દુ:ખણા લઈને જન્મદિવસના આશિર્વાદ આપ્યા હતા. આ ઉપરાંત અનંત અંબાણીના જન્મદિવસ નિમિતે મંદીરોમાં દાન તેમજ ગાયો સહિતના પશુઓને લાડુ સહિતનો ખોરાક આપવામાં આવ્યો હતો.
Read Original Article →