રાજકીય ગરમાવો:ભાજપાના આકરા 6 નિયમોથી મનપા તંત્રના ચૂંટાયેલા 50 ટકા દાવેદારોની ટિકિટ કપાશે..
જામનગર મહાનગરપાલીકાની ચુંટણીમાં સેન્સ પ્રક્રિયામાં 64 નગરસેવકો બનવા માટે 583 લોકોએ દાવેદારી નોંધાવી છે. ત્યારે ભાજપના ઉમેદવાર પસંદગીના 6 આકરા નિયમોના પગલે અનેક દાવેદારોની ટીકીટ કપાઈ શકે તેમ છે. તેમાંય ર્વતમાન સમયે નો રીપીટ થિયરીની પણ વાતો ચાલી રહી છે. જેથી ગત ટર્મમાં રહી ચુકેલા કોર્પોરેટરોમાં 50 ટકા જેટલાને ઘરે બેસવાનો વારો આવે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જામનગરમાં ચુંટણીઓ નજીક આવતા જ રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમાંય ભાજપમાંથી ટીકીટ મેળવવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જેમાં મનપાના 16 વોર્ડના 64 બેઠક માટે 583 લોકોએ દાવેદારી નોંધાવી છે. જેમાંથી ગત ટર્મના ચુંટાયેલા 50 કોર્પોરેટરોએ પણ ટીકીટ માટે દાવેદારી નોંધાવી છે. જેથી હાલ ભાજપના 6 આકરા નિમયો તેમજ અનામત રોટેશનના કારણે કેટલા બંધ બેસતા છે તે ખાસ જોવામાં આવશે. તેમાં ગત ટર્મમાં ચુંટાયેલા હોદેદારો તરીકે રહી ચુકેલાઓની પણ આ વખતે ટીકીટ કપાવાના ભણકારા વાગી રહ્યા છે. તો અમુક ગત ટર્મમાં હોદેદારોએ ટીકીટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગત ટર્મમાં ચુંટાયેલા 50 નગરસેવકોએ પણ ટીકીટ માટે દાવેદારી નોંધાવી છે. જેમાં ભાજપના આકરા નિયમોના કારણે 50 ટકા દાવેદારોની ટીકીટો કપાય તેવી શક્યતાઓ છે. તો અનામત રોટેશનના કારણે અમુક કોર્પોરેટરોએ અન્ય વોર્ડમાંથી દાવેદારી કરી હોવાનું સામે આવ્યું છે. ભાજપના આ નિયમોએ દાવેદારોની નિંદર ઉડાડી
ભાજપના નિયમો જેમ કે, 3 ટર્મ ચુંટણી લડી ચૂક્યા હોય, જન પ્રતિનિધિ સાથે લોહીના સંબંધ ધરાવતા હોય, એમપી, એમએલએ, નગરસેવકના પરિવારને પણ ટિકીટ નહી આપવાની સાથે 60 વર્ષથી વધુનાની બાદબાકી કરવાનો નિર્ણય લીધો છે. આ ભાજપના આ 6 આકરા નિયમને કારણે અનેક દાવેદારોની ઉંઘ હરામ થઈ ગઈ છે.
Read Original Article →