જાહેરનામું:સોલ્ટ વર્કસ માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હટાવાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા-પરોડિયા સોલ્ટ વર્ક રસ્તાના ચેઇનેજ 3/350 કી.મી.પર બોકસ કલ્બર્ટના પીયરમાં નુકશાન થયુ હોવાથી સલામતીના ભાગરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ-દેવભૂમિ દ્વારકાને ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(ખ)હેઠળ મળેલ સત્તાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરી સલામતીના ભાગરૂપે તમામ પ્રકારના ભારે વાહનોને આ બ્રીજ ઉપરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. સલાયા-પરોડિયા આવતા-જતા તમામ પ્રકારના ભારે વાહનોએ વૈકલ્પિક રસ્તા તરીકે પરોડીયા-કન્વેયર બેલ્ટથી મોટા માંઢા-સલાયા રોડ, તા.ખંભાળીયા જતા રસ્તાનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે દરમિયાન કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), દેવભૂમિ દ્વારકા દ્રારા આ બ્રિજની રીપેરીંગની કામગીરી કરવામાં આવતા હવે આ પુલ પરથી ભારે વાહનોની અવર જવર માટે હાલમાં કોઇ અડચણ કે જોખમ ન હોય તેમજ બોક્ષ કલ્વર્ટની બાજુમાંથી ડાયવર્ઝન બનાવવામાં આવતા, ભારે વાહનો પસાર થઇ શકશે.
Read Original Article →