ફરિયાદ:તું અમારા સામુ કેમ જોશ તેમ કહી યુવર પર હુમલો

Gujarat4/11/2026, 12:00:00 AM
કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં તુ અમારા સામુ કેમ જોશ તેમ કહીને એક મહિલા સહિત ત્રણ શખસોએ યુવક ઉપર હુમલો કરીને શરીરે ઈજા પહોંચાડીને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કાલાવડ તાલુકાના દાવલી ગામમાં રહેતા વનરાજભાઈ રવજીભાઈ ચાવડા (ઉ.વ.38) નામના યુવક ગત તા.9ના રોજ પોતાની દિકરીને નાની ભગેડી ગામે સ્કુલે મુકવા માટે આવ્યા હતા. આ દરમિયાન આરોપી સુરેશ વાલાભાઈ મકવાણા અને હંસાબેન સુરેશભાઈ મકવાણાએ કહેલ કે, તુ અમારા સામુ કેમ જોશ તેમ કહીને યુવક સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. અપશબ્દો બોલીને સુરેશ મકવાણા, હંસાબેન મકવાણા અને નાનજી દેવશીભાઈ મકવાણાએ લાકડાના ધોકા વડે હુમલો કરીને માથાના જમણા પગમાં ગોઠણથી નીચે તથા જમણા હાથમાં અને માથામાં લોહી કાઢીને તેમજ પગમાં ફેક્ચરની ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બીજી વાર અમારી વચ્ચે આવીશ તો સારાવાટ નહી રહે તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →