લાઇવ ડેમોસ્ટ્રેશન:નભો મંડળમાં આજે બપોરે 12.48 મિનિટે ખગોળીય ઘટના, સૂર્ય માથા પર આવશે'ને પડછાયો અદ્શ્ય

Gujarat6/4/2026, 12:00:00 AM
લાઇવ ડેમોસ્ટ્રેશન:નભો મંડળમાં આજે બપોરે 12.48 મિનિટે ખગોળીય ઘટના, સૂર્ય માથા પર આવશે'ને પડછાયો અદ્શ્ય
જામનગરના નભોમંડળમાં ગુરૂવારે વધુ એક ખગોળીય ઘટના સર્જાશે.આજે 4થી જુનને ગુરૂવારે ઝીરો શેડો ડે તરીકે ઉજવાશે.જેમાં બપોરે બરાબર 12.48 મિનિટે સૂર્ય માથા પર આવશે અને તેનો પડછાયો અમુક સેકન્ડ માટે અદ્રશ્ય થશે.શહેરમાં આજે 4થી જુનના રોજ બપોરે નભોમંડળમાં પડછાયો અદ્રશ્ય થતો દેખાશે. જેનો સમય બપોરે 12.48 કલાકનો રહેશે. એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર-ધ્રોલ અને ખગોળ મંડળ-જામનગર અને રંગતાલી ગ્રુપ દ્વારા પ્રદર્શન મેદાનમાં જાહેર નિદર્શનની વ્યવસ્થા ગોઠવાઇ છે. જેમાં શહેર-જિલ્લાના મહાનુભાવો આ ખગોળીય ઘટનાના સાક્ષી બનશે. શહેરના પ્રથમ નાગરિક મોનિકાબેન વ્યાસની અધ્યક્ષતામાં યોજાનારા નિદર્શનના કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ,ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કલેકટર પી.બી પંડ્યા, મ્યુનિ. કમિશનર દીપેશ કેડીયા, પોલીસવડા ડો. રવિ મોહન સૈનિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ખગોળ પ્રેમી જનતાને એમ.ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર ના ડો સંજય પંડ્યા અને ખગોળ મંડળના કિરીટ શાહ દ્વારા લાઈવ મોડેલ ડેમોન્સ્ટ્રેશન તેમજ પ્રસંગ અનુરૂપ ખગોળીય માહિતી અપાશે. વર્ષમાં 2 વાર સૂર્ય બરાબર માથા પર આવે, પડછાયો અદ્રશ્ય.. ખગોળીય ઘટનાની દૃષ્ટિએ વર્ષમાં બે વાર સૂર્ય બરાબર માથા ઉપર આવે, તે જગ્યાએ અમુક ક્ષણો માટે પડછાયો અદૃશ્ય થઈ જાય છે. જેને ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે. આપણી પૃથ્વી સૂર્યની આસપાસ 23.5 ડિગ્રીએ નમીને પ્રદક્ષીણા કરે છે. આથી સૂર્ય તેની વાર્ષિક ગતિ દરમિયાન ઉત્તરાયણની દીશામાં અને દક્ષિણાયનની દીશામાં ચોક્કસ અંતરે + 23.5 કર્કવૃત અને -23.5 મકરવૃત વચ્ચેના ભાગમાં વર્ષમાં બે વખત અમુક સેકન્ડ માટે પડછાયો અદૃશ્ય થઈ જાય છે.જોકે, જુદાજુદા સ્થાન માટે આ તારીખો પણ અલગ-અલગ હોય છે.
Read Original Article →