જામનગરમાં 35 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી નિધન:શાંતિનગરના અનિરુદ્ધસિંહ ગોહિલને છાતીમાં દુખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

Gujarat6/10/2026, 10:14:41 AM
જામનગરમાં 35 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી નિધન:શાંતિનગરના અનિરુદ્ધસિંહ ગોહિલને છાતીમાં દુખાવો ઉપડ્યો, હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
જામનગર શહેરમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનના નિધનની ઘટના સામે આવી છે. શાંતિનગર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય અનિરુદ્ધસિંહ વિરમદેવસિંહ ગોહિલનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અનિરુદ્ધસિંહ ગોહિલ ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરે હતા ત્યારે તેમને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. છાતીના દુખાવાને પગલે પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોની ટીમ દ્વારા તેમને બચાવવા માટે જરૂરી તમામ સારવાર આપવામાં આવી હતી. જોકે, તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો અને ટૂંકી સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અનિરુદ્ધસિંહ મૂળ સમઢીયાળા ગામના વતની હતા. માત્ર 35 વર્ષની વયે તેમના અકાળ અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનો, મિત્રવર્તુળ અને રાજપૂત સમાજમાં શોક વ્યાપી ગયો છે.
Read Original Article →