જામનગર રિલાયન્સમાં લોકડાયરાની જમાવટ:અનંત અંબાણીના 31માં જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

Gujarat4/10/2026, 7:39:43 AM
જામનગર રિલાયન્સમાં લોકડાયરાની જમાવટ:અનંત અંબાણીના 31માં જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના 31માં જન્મદિવસની જામનગરમાં લોકભોગ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જામનગરની જનતા માટે ભવ્ય લોકડાયરો અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમ અને કલાકારોનું પ્રદર્શન જન્મદિવસ નિમિત્તે યોજાયેલા લોકડાયરામાં ગુજરાતના નામાંકિત કલાકારો સાઈરામ દવે, રાજભા ગઢવી, વિપુલ મહેતા અને દેવાંગી પટેલે પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અનંત અંબાણીના જીવન અને સેવાકીય કાર્યો પર તૈયાર કરવામાં આવેલું ખાસ ગીત હતું, જેને હાજર જનમેદનીએ ઉત્સાહપૂર્વક વધાવ્યું હતું. જનસેવા અને કરુણાનો સંદેશ અનંત અંબાણીની ઈચ્છા મુજબ, આ ઉજવણી માત્ર ધાર્મિક સ્થળો સુધી મર્યાદિત ન રાખતા સામાન્ય લોકોની વચ્ચે કરવામાં આવી હતી. શહેરના નાગરિકો માટે ‘ધૂમાડાબંધ’ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ખાસ કરીને મહિલાઓએ અનંત અંબાણીના જીવદયા અને લોકસેવાના કાર્યોને બિરદાવી તેમને દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા હતા. ગ્રુપના વાઇસ પ્રેસિડન્ટનું નિવેદન આ પ્રસંગે રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, "અનંત અંબાણીમાં ગરીબો અને અબોલ જીવો પ્રત્યે અપાર કરુણા છે. તેમનો સ્વભાવ કોઈ મોટા ઉદ્યોગપતિ જેવો નહીં, પણ સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવતો છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "જામનગરની માટી અને રિફાઇનરી પ્રત્યે તેમને વિશેષ લગાવ અને ગૌરવ છે. વનતારા જેવા સેવાકીય પ્રકલ્પો દ્વારા તેઓ સતત પ્રકૃતિ અને પ્રાણીઓની સેવા કરી રહ્યા છે. ભગવાન દ્વારકાધીશની કૃપા તેમના પર હંમેશા બની રહે તેવી પ્રાર્થના છે." ડાયરા અને મહાપ્રસાદના આયોજનની અન્ય તસવીરો…
Read Original Article →