જાંબુડા રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી બાળકનું મોત:પોલીસ દ્વારા CCTV અને દસ્તાવેજોની તપાસ શરૂ

Gujarat6/6/2026, 9:37:20 AM
જાંબુડા રિસોર્ટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી બાળકનું મોત:પોલીસ દ્વારા CCTV અને દસ્તાવેજોની તપાસ શરૂ
જામનગર નજીક જાંબુડાના એક હોલીડે રિસોર્ટમાં ગઈકાલે સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી એક બાળકનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ આજે પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે. પોલીસ ટીમે સ્વિમિંગ પુલના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. રિસોર્ટના સંચાલકો અને ઘટના સમયે હાજર સ્ટાફના સભ્યોની પૂછપરછ કરવામાં આવી હતી. સ્ટાફ પાસેથી ઘટના કઈ રીતે બની અને સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે પોલીસે હોલીડે રિસોર્ટના તમામ જરૂરી સરકારી અને વહીવટી દસ્તાવેજોની ચકાસણી કરી છે. રિસોર્ટમાં સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં તે જાણવા માટે દસ્તાવેજો કબજે લેવાયા છે. સ્વિમિંગ પુલની આસપાસના CCTV કેમેરાના ફૂટેજ પણ પોલીસે પોતાના હસ્તક લીધા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પંચકોષી 'એ' પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (P.I.) શેખ સહિતનો ઉચ્ચ પોલીસ સ્ટાફ રિસોર્ટ ખાતે પહોંચ્યો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, CCTV ફૂટેજ અને સ્ટાફના નિવેદનોના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્વિમિંગ પુલ પર લાઈફગાર્ડ હાજર હતો કે નહીં અને રિસોર્ટ તંત્રની કોઈ બેદરકારી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
Read Original Article →