ઘૂસણખોરી:25 હજારમાં બાંગા નદી પાર કરાવી એજન્ટો ભારતમાં કરાવે છે ઘૂસણખોરી! સ્થાનિક બાંગ્લાદેશીઓ મદદે
હાલાર સહિત્ રાજયભરમાં પોલીસે ગેરકાયદેસર રીતે ધુસી વસવાટ કરતા બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે મીડ નાઇટ સર્ચ ઓપરેશન સાથે ખાસ અભિયાન શરૂ કર્યુ છે. જેમાં દેવભૂમિના વડા મથક ખંભાળિયા પંથકમાં પણ પોલીસે એક શંકાસ્પદ બાંગ્લાદેશીને દબોચી લીઘો હતો. જેની પોલીસે સધન પુછપરછ સાથે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખાસ સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ પોલીસ ટુકડીઓ દ્વારા ખાસ ચેકીંગ કરી શંકાસ્પદ લોકોને ચેક કરાયા હતા. જેમાં અમુકની શંકાસ્પદ હિલચાલ જણાતા સધન પુછપરછ શરૂ કરાઇ છે. રાજયવ્યાપી મીડનાઇટ સર્ચ અભિયાન દરમિયાન ખંભાળિયા પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાએ એક શંકાસ્પદ બાંગ્લાદેશીને દબોચી લીઘો હતો. પોલીસે પકડાયેલા શ઼કાસ્પદને સ્થાનિક પોલીસ મથકે ખસેડી આ શખસ કયારે ? કેવી રીતે ભારતમાં ધુસી અત્રે પહોચ્યો ? સહિતની બાબતનો તાગ મેળવવા માટે સઘન પુછપરછ સાથે જીણવટભરી તપાસ હાથ ધરી છે. બીજીબાજુ ખંભાળિયામાં શંકાસ્પદ બાંગ્લાદેશી પકડાયો હોવાના બનાવને પગલે સ્થાનિક પોલીસ ઉપરાંત ચુનંદા શાખાઓ પણ સઘન પુછતાછમાં ઝુકાવ્યુ છે. જોકે,બાંગ્લાદેશી પકડાયા બાબતે મોડીસાંજ સુધી કોઇ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.જેથી સમગ્ર મામલો હવે મોડેથી સ્પષ્ટ થશે એમ મનાય છે. બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલી મહિલાઓ- પુરુષો ભારતની ભૌગોલિક સરહદની નબળાઈઓનો લાભ ઉઠાવી રહ્યા છે. એજન્ટો માત્ર 25,000 લઈને સરહદ પર આવેલી નદીઓ અને દરિયાઈ ખાડીઓ મારફતે તેઓને ભારતમાં ઘૂસાડે છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ માટે બાંગ્લાદેશના જેસોરથી ભારતના બાંગા વચ્ચે નદીઓનો મુખ્ય માર્ગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં પ્રવેશ્યા બાદ, આ ઘૂસણખોરોને અગાઉથી અહીં વસવાટ કરતા અન્ય બાંગ્લાદેશીઓ આશરો આપે છે. તેઓ આ નવા આવેલા લોકોને ભારતના અલગ-અલગ ભાગોમાં રહેવાની વ્યવસ્થા કરી આપે છે અને છૂટક મજૂરીના કામે લગાડી દે છે. અહીં છૂટક મજૂરી કરીને કમાયેલા પૈસા આ ઘૂસણખોરો પશ્ચિમ બંગાળના મુખ્ય એજન્ટને ઓનલાઈન અથવા બેંક ખાતા મારફતે મોકલી આપે છે. એજન્ટ તેમાંથી પોતાનું કમીશન કાપીને બાકીની રકમ સરહદ પાર બાંગ્લાદેશમાં રહેતા તેમના પરિવારજનો સુધી પહોંચાડી દે છે. સવા વર્ષમાં 8 મહિલા અને 2 પુરૂષ ઝડપાયા
- છેલ્લા સવા વર્ષના સમયગાળા દરમિયાન હાલાર પંથકમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા કુલ 10 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા છે.
- માર્ચ 2025 (દેવભૂમિ દ્વારકા): સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રૂપેણ બંદર વિસ્તારમાંથી 5 બાંગ્લાદેશી મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.
- જાન્યુઆરી 2026 (જામનગર): પટેલ કોલોની-9 વિસ્તારમાંથી પોલીસે 2 પુરુષ અને 3 મહિલાઓ સહિત વધુ 5 બાંગ્લાદેશીઓને દબોચી લીધા હતા. ભારતીયો સાથે લગ્ન કરી બદલી નાખે છે નામ
બાંગ્લાદેશથી આવતા અપરિણીત પુરુષો અથવા મહિલાઓ ભારતમાં કાયમી વસવાટ મેળવવા માટે એક નવો જ કીમિયો અપનાવે છે. તેઓ અહીં આવ્યા બાદ સ્થાનિક ભારતીય પુરુષ અથવા મહિલા સાથે લગ્ન કરી લે છે. ત્યારબાદ પોતાનું નામ બદલીને કાયમી ધોરણે ભારતીય નાગરિક તરીકે રહેવા લાગે છે.
Read Original Article →