સુર્ય પ્રકોપ:શહેરમાં 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા બપોરે લૂ વર્ષા
જામનગરમાં વૈશાખી વાયરા ફૂંકાતા મહતમ તાપમાનમાં આંશિક વધારા ઘટાડા સાથે અંગ દઝાડતા તાપનો મુકામ યથાવત રહયો છે જેના પગલે જનજીવન પ્રભાવિત થયુ છે.દશથી ત્રીસ કિ.મિ.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે દિવસે ખાસ કરી બપોરે માર્ગો પર આવા ગમન કરતા રાહદારીઓ અને વાહનચાલકોએ બળબળતી લૂ વર્ષાનો અહેસાસ કર્યો હતો. જામનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી હિટવેવ સમો માહોલ પ્રર્વતી રહયો છે.મહતમ તાપમાનનો પારો 36થી 37 ડિગ્રી વચ્ચે સ્થિર થવાની સાથે દિવસે ભેજના ઉંચા પ્રમાણથી શહેરીજનો આકરા તાપ સાથે અસહ્ય ઉકળાટ અને બફારાના સંક્રમણનો અનુભવ કરી રહયા છે.ખાસ કરી બપોરે પવનની પણ નો઼ધપાત્ર ઝડપ રહેતા આકાશમાંથી અંગારા સાથે બળબળતી લૂ વર્ષાથી રાહદારીઓ-નાના વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ખાસ કરીને વૈશાખી વાયરા ફૂ઼કાતા જનજીવન તાપ,બાફ અને લૂના ત્રિવિધ પ્રકોપના સકંજામાં સપડાયુ હોવાનુ જોવા મળે છે. જામનગરમાં મંગળવારે સવારે પુરા થતા 24 કલાક સુધીમાં મહતમ પારો અડધો ડિગ્રીના ઘટાડા સાથે 36.5 ડિગ્રી, લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયુ હતુ. દેવભૂમિમાં બે દિવસીય યલો એલર્ટ
દેવભૂમિ પંથકમાં સામાન્ય રીતે મહતમ તાપમાન 31થી 34 ડિગ્રી જેટલુ રહેતુ હોય છે.જે દરમિયાન હજુ બે દિવસ સુધી દરીયાકાંઠાળ વિસ્તારોમાં પણ ગરમી સાથે ઉકળાટ અને બફારાનુ જોર રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે.આગામી 14મી મે સુધી ખાસ હિટવેવનુ એલર્ટ જાહેર કરાયુ છે.જેમાં દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ 13મીના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
Read Original Article →