હૃદય કંપાવતી ઘટના:જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરી આરોપીએ આઠ માસનો ગર્ભ રાખી દીધો
જામનગર શહેરમાં 14 વર્ષની સગીરા પર નરાધમે દુષ્કર્મ આચરીને 8 માસનો ગર્ભ રાખી દીધાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગયો છે. સગીરા કુંવારી માતા બન્યા બાદ ડીએનએ ટેસ્ટ દ્વારા બાળક કોનું છે..? તે અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ તો આ બનાવે શહેરમાં તેમજ બાળકીઓના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગર શહેરમાંથી માનવતાને શર્મસાર કરતી એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે, જેને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શહેરના ખાખીવાડ વિસ્તારમાં રહેતા શબ્બીર અબ્બાસ મહુર નામના નરાધમે એક 14 વર્ષની માસૂમ સગીરાને ઘરે લઈ જઈ તેની પર દુષ્કર્મ આચરીને આઠ માસનો ગર્ભ રાખી દીધો છે. પોલીસે આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે કર્યો છે, અને બાળક કોનું છે..? તે અંગે ડીએનએ ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના એક વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાને પેટમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયાં સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનું સામે આવતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે અંગે સગીરાએ ગત દિવાળીના દિવસોમાં આરોપી શબ્બીર અબ્બાસ મહુર નામનો શખસ ઘરે લઈ ગયો હતો. જ્યાં સગીરા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. જે બાદ આ આખો મામલો પોલીસમાં ગયો હતો. સીટી એ ડિવિઝન પીઆઈ વી.એમ.ડોડીયા સહિતની ટીમે તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ હીન કૃત્યના કારણે સગીરાને 8 માસનો ગર્ભ રહી ગયો હતો. સગીરાને પેટમાં દુ:ખાવા પછી આખો મામલો પ્રકાશમાં આવ્યો છે. આ કેસમાં કાનૂની પુરાવા મજબૂત કરવા માટે નવજાત બાળક કોનું છે તે સ્પષ્ટ કરવા ડીએનએ (DNA) ટેસ્ટ કરાવવાની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →