કાર્યવાહી:વિદેશ જવાની લાલચ આપી ચીટીંગ જામનગરના એક શખસની ધરપકડ

Gujarat5/19/2026, 12:00:00 AM
કાર્યવાહી:વિદેશ જવાની લાલચ આપી ચીટીંગ જામનગરના એક શખસની ધરપકડ
વિદેશ જવાની લાલચ આપીને ચીટીંગ કરનાર જામનગરના શખસને પોલીસે ઝડપી લઈને તેના કબજામાંથી જુદા જુદા વ્યક્તિઓના 25 પાસપોર્ટ અને ચાર મોબાઈલ ફોન મળી આવતા કબજે કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. ખંભાળીયામાં રહેતા ગજેન્દ્રનાથ ખીમનાથ કંથરાયને તેમજ સાહેદોને વિદેશ જવાની લાલચ આપીને જામનગરના રાજેન્દ્ર મુળુભાઈ રાજગોર નામના શખસે પાસપોર્ટ તથા રોકડ રૂ.1,24,500 લઈ લીધા હતા. જે પરત નહીં આપીને છેંતરપીંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. તેમજ પોરબંદરની ઈલાબેન ગલાભાઈ જાડેજા તેમજ સાહેદોને વિદેશ જવાની લાલચ આપીને રાજેન્દ્ર રાજગોર, નીઝામ યુસુફ સમા અને રીજવાના હમીરભાઈ સોરાને વિદેશ જવાની લાલચ આપી હતી અને પાસપોર્ટ તથા રોકડ રૂ. 6,70,000 લઈ લીધા હતા. જે પરત નહીં આપીને ચીટીંગ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદના આધારે પીઆઈ એન.બી. ડાભી અને વી.એ. પરમાર, કે.એચ.ચાવડા સહિતની જુદી જુદી ટીમો બનાવી તેમજ એલસીબીના ટેકનિકલ સેલની મદદ મેળવીને રાજેન્દ્ર રાજગોર એજન્ટને રાજકોટ ખાતેથી ઝડપી લીધો છે. તેના કબજામાંથી 25 પાસપોર્ટ તેમજ રૂ.16000ની કિંમતના ચાર મોબાઈલ ફોન મળી આવતા કબજે કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
Read Original Article →