ગામ ગામની વાત:દુધાળા ગામમાં આંગણવાડીને ફરતે કમ્પાઉન્ડ બનાવવામાં આવશે, બે દિવસમાં કામ શરૂ થશે

Gujarat5/25/2026, 12:00:00 AM
ગામ ગામની વાત:દુધાળા ગામમાં આંગણવાડીને ફરતે કમ્પાઉન્ડ બનાવવામાં આવશે, બે દિવસમાં કામ શરૂ થશે
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના 1300 ની વસ્તી ધરાવતા દુધાળા ગામમાં ભૂલકાઓની સુરક્ષામાં વધારો થાય તે માટે આંગણવાડી ની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવશે જેનું કામ બે દિવસમાં શરૂ થશે તેમ ગામના સરપંચ કૈલાશબેન સાગરભાઇ સાગઠીયા એ જણાવ્યું હતું. વધુમાં તેણીએ જણાવ્યું હતું આંગણવાડીમાં બાળકો માટે રમત ગમતના સાધનો મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત ગામની શાળામાં બાળકોને ભણવામાં અગવડતા ન પડે તે માટે સ્માર્ટ ટીવી, સ્માર્ટ બોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત બાળકોને મંચ મળી રહે તે માટે સ્ટેજ બનાવવામાં આવ્યું છે. શાળામાં શુદ્ધ પાણી મળી રહે તે માટે આરો પ્લાન્ટ મૂકવામાં આવ્યો છે તેમજ બાળકો માટે ખાસ મધ્યાન ભોજન શેડ પણ બનાવવામાં આવ્યો છે. શાળાના ગ્રાઉન્ડમાં બાળકો માટે રમત ગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. ગામમાં પાણીની અછત ન સર્જાય તે માટે તળાવને ઊંડું ઉતારવાનું કામ કરવામાં આવ્યું છે. તેમજ ગામમાં સમયાંતરે વૃક્ષારોપણ કરવામાં આવે છે ગ્રામજનો અને આવાગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પેવર બ્લોક નાખવામાં આવ્યા છે.
Read Original Article →