માતાની નજર સામે પુત્રી બેશુદ્ધ થઈ:જામનગર શહેરની 14 વર્ષની કિશોરીનું રાજકોટના રિસોર્ટમાં રમતા રમતા અચાનક હ્ય્દય બંધ પડી ગયું

Gujarat6/9/2026, 12:00:00 AM
જામનગર શહેરની 14 વર્ષની કિશોરી રવિવારે મામાના ઘરે રાજકોટ પરિવાર સાથે ગઈ હતી, અને સાંજે રેસ્ટોરન્ટમાં જમ્યા પછી પકડા પકડી રમતી કીશોરી અચાનક ઢળી પડી હતી, બેશુદ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ મૃત કીશોરીને મૃત જાહેર કરતા પરિવારોમાં શોક વ્યાપી ગયો છે. શહેરના ચાંદી બજાર નજીક મોટું ફળીમાં રહેતા અને વીડિયોગ્રાફીનો વ્યવસાય કરતા રાજેશભાઈ મોદીની 14 વર્ષની પુત્રી આનંદી રવિવારે રાજકોટના એક રિસોર્ટમાં પરિવારના અને મામાના સહિતના પરિવારના ફેમેલી સાથે જમવા ગયા હતા. રીસોર્ટમાં કીશોરી પોતાના કેટલાક પિતરાઈ ભાઈ-બહેનો સાથે રમતી હતી ત્યારે રમતા રમતા અચાનક ઢળી પડી હતી. zઆથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર થયું હતું. તબીબોના જણાવ્યા અનુસાર આ કિશોરીને હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ સમયે કિશોરીની માતા પણ ત્યાં હાજર હતા. આ કરૂણ ઘટનાથી પરિવારજનો તેમજ સગાઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. રાજકોટમાં રહેતા કીશોરી આનંદીબેન મોદીના મામા ગોપાલભાઈ કટારીયા દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પછી બહેન, દીકરીઓ અને ભાણેજ માટેનો ભોજન સમારોહ યોજાયો હતો. આથી તમામ લોકો વૃદ્ધાશ્રમમાં ભોજન પછી એક રિસોર્ટમાં જમવા માટે ગયા હતા. આ દુ:ખદ ઘટના બની હતી. આજે સવારે આનંદીની જામનગરમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં સગા-સંબંધીઓ, કૌટુંબિક, પાડોશીઓ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા. સડન કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થવાનું કારણ હોય શકે બાળકોમાં સડન કાર્ડિયાક એરેસ્ટની બીમારી હોય શકે છે. જેમાં બાળ​હૃદયમાં જન્મથી જ કોઈ એવી ખામી હોય જે સામાન્ય સમયે પકડાતી નથી, પરંતુ તેના કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે. હૃદયના ધબકારા અચાનક અનિયમિત થઈ જવા. ​જેમ શરીરના અન્ય સ્નાયુઓની બીમારી હોય, તેમ હૃદયના સ્નાયુઓની પણ બીમારી હોઈ શકે છે. ​ હૃદય વધારે સંવેદનશીલ હોવાને કારણે અતિશય ગરમી, કોઈ ઇન્ફેક્શન અથવા ક્ષમતા કરતાં વધુ શારીરિક શ્રમ થવાને લીધે પણ ધબકારા અનિયમિત થઈ શકે છે. ​દરેક કિસ્સાને સીધો હાર્ટ એટેક જ ગણી લેવો જરૂરી નથી, કારણ કે એટેક સિવાયના આ અન્ય કારણો પણ એટલા જ સામાન્ય હોઈ શકે છે. - ડો.મનિષ મહેતા, મેડીસીન વિભાગના હેડ
Read Original Article →