તસ્કરી:જામનગરમાં કારખાનામાં 1.08 લાખની મત્તા ચોરાઈ

Gujarat4/12/2026, 12:00:00 AM
જામનગર-રાજકોટ હાઈવે રોડ પર આવેલા કારખાનામાં તસ્કરો ત્રાટકીને કોમ્પ્યુટર, પિતળનો ભંગાર, પંખા, ટેપ સહિતનો રૂ.1.08 લાખના મુદામાલની ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના ગોકુલનગર શેરીનં-8, મુરલીધરનગરમાં રહેતા જયદીપભાઈ રમેશભાઈ વેકરીયા (ઉ.વ.27) નામના યુવાનનું શહેરના રાજકોટ રોડ માનસી હોટલની પાછળ વિકલ્પ અન્ડસ્ટ્રીઝની બાજુમાં ખાડીયાર પ્લાસ્ટીકનું કારખાનું આવેલ છે. તે કારખાનામાં ગત તા.3 થી 10 એપ્રિલ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા. કારખાનામાંથી કોમ્પ્યુટર, પ્રીન્ટર રૂ.20 હજારની કિંમતનું તેમજ ઈલેકટ્રીક સગડી, પીતળનો ભંગાર 60 કીલો રૂ.50 હજારની કિ઼મતનો તેમજ કોપરનો ભંગાર 20 કિલો રૂ.14 હજારની કિંમત તેમજ બ્રાસપાર્ટનો છોલ 40 કિલો રૂ.22 હજારનો તેમજ એક પંખો, ટેપ અને એલોજન લાઈટ મળીને કુલ રૂ.1,08,800ના મુદામાલની ચોરી કરી ગયા હતા. જે અંગેની કારખાનેદારની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા શખસોની શોધખોળ આરંભી છે.
Read Original Article →