ઉનાની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આખલાઓ બાખડ્યાં:એક આખલો તબીબની ચેમ્બર સુધી પહોંચી ગયો, દર્દીઓમાં અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો

Gujarat6/3/2026, 3:23:24 AM
ઉનાની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આખલાઓ બાખડ્યાં:એક આખલો તબીબની ચેમ્બર સુધી પહોંચી ગયો, દર્દીઓમાં અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો
ઉનાની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે બે આખલાઓ બાખડ્યા હતા. જેથી ભારે નાસભાગ મચી ગઈ હતી. આખલા યુદ્ધ દરમિયાન એક આખલો હોસ્પિટલના મુખ્ય બિલ્ડિંગમાં ઘૂસી ગયો હતો, જેના કારણે દર્દીઓ અને ઉપસ્થિત લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. આખલાઓ બાખડતાં લોકોમાં અફરાતફરી મચી આ ઘટના હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શરૂ થઈ હતી, જ્યાં બે આખલા લડી રહ્યા હતા. આખલા યુદ્ધમાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું. આખલાઓના આક્રમક વર્તનથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મહામુસીબતે આખલાને હોસ્પિટલમાંથી બહાર કઢાયો આખલા યુદ્ધ દરમિયાન, એક આખલો હોસ્પિટલની અંદર પ્રવેશી ગયો અને સીધો એક તબીબની ચેમ્બર સુધી પહોંચી ગયો હતો. સદનસીબે, ચેમ્બર બંધ હોવાથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. હોસ્પિટલની અંદર આખલાને જોઈને દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મહામુસીબતે આખલાને હોસ્પિટલમાંથી બહાર કાઢી કમ્પાઉન્ડ તરફ ધકેલવામાં આવ્યો હતો, ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શું કહ્યું ચીફ ઓફિસરે? આ મામલે ચીફ ઓફિસર જે.જે.ચોહાણનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, આખલાઓના ત્રાસથી શહેરીજનોને મુક્તિ મળે એ માટે નગરપાલિકા દ્વારા ટીમ બનાવામાં આવશે. જે બાદ આખલાને પાંજરાપોળની ગૌશાળામાં મૂકવામાં આવશે. બાયપાસ પાસે પણ આખલા યુદ્ધ જોવા મળ્યું ઉના શહેરમાં છેલ્લા ઘણા સમયથી આખલા યુદ્ધની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે, જેમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. આ ઘટના પહેલા સાંજના સમયે કંસારી બાયપાસ પાસે પણ આખલા યુદ્ધ જોવા મળ્યું હતું, જેના કારણે હાઈવે પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યાએ આવી ઘટનાઓ ન બને તે માટે જવાબદાર તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવા અત્યંત જરૂરી છે. નડિયાદમાં ડી-માર્ટ બહાર આખલા યુદ્ધ, વાહનોને નુકસાન, લોકોમાં નાસભાગ રાજ્યમાં આખલાઓનો ત્રાસ સતત વધી રહ્યો છે. તાજેતરમાં ખેડાના નડિયાદ શહેરમાં પણ ડી-માર્ટ પાસે આખલાઓ બાખડતા ખરીદી કરવા આવેલા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આખલાઓની ભયાનક લડાઈને કારણે પાર્કિંગમાં મુકેલા અનેક વાહનો જમીનદોસ્ત થઈ ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર દેખાડા ખાતર કરવામાં આવતી હોવાથી સામાન્ય પ્રજા વહીવટી તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ બની રહી છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
Read Original Article →